Class 10 Social Science Chapter 1 ભારતનો વારસો

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:

પ્રશ્ન 1.
આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો.
અથવા
ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યો અને દ્રવિડોનો પરિચય આપો.
ઉત્તર:
આર્યો અથવા આર્ય સંસ્કૃતિ આર્ય (નોડિક) પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી.

  • તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા.
  • તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓનાં ઉમદા તત્ત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું.
  • આર્યો પ્રકૃતિપ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા-આરાધના કરતા હતા.
  • તેમણે પ્રકૃતિનાં તત્ત્વોની સ્તુતિઓ (વેદિક ઋચાઓ – મંત્રો) રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞયાગાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી.
  • આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને “આર્યાવર્ત નામ આપવામાં આવ્યું હતું.
  • આય શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં સાત મોટી નદીઓ વહેતી હતી, તેથી એ પ્રદેશને “સપ્તસિંધુ’ નામ આપવામાં આવ્યું.
  • આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવાં નામોથી ઓળખાવા લાગ્યો.
  • આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે.

દ્રવિડો અથવા દ્રવિડ સંસ્કૃતિ દ્રવિડો પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેં-જો-દડોની (સિંધુખીણની) સંસ્કૃતિના સર્જકો
મનાય છે.

પ્રશ્ન 2.
સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો.
અથવા
સંસ્કૃતિ એટલે શું? સમજાવો.
ઉત્તર:
એક સૂત્રરૂપે કહી શકાય કે, “સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત.”

  • દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતાં પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે.
  • મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી બી. મેલિનોસ્કીના મતે, “સંસ્કૃતિ એટલે માનવમનનું ખેડાણ’.
  • સંસ્કૃતિ એટલે માનવસમાજની ટેવો, મૂલ્યો, આચાર-વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો.
  • સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસયાત્રા.
  • ઇતિહાસમાં “સંસ્કૃતિ’ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. તેમાં તે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ-સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા-કૌશલ્ય અને સંસ્કારિતાનાં મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે.
  • માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલાં સાહિત્ય, તત્ત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિતકલાઓ, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે.
  • સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજાસમૂહની આગવી જીવનશૈલી(The Way of Life)નો સમાવેશ થાય છે.

પ્રશ્ન 3.
“ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તર સમજાવો.
ઉત્તર:
1. ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્ત્વીય સ્થળો લોથલ (ધોળકા તાલુકો), રંગપુર (લીમડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો), ધોળાવીરા કચ્છ જિલ્લો), રોઝડી અથવા શ્રીનાથગઢ (રાજકોટ જિલ્લો) વગેરે મુખ્ય છે.

2. ઐતિહાસિક સ્થળોઃ વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ, જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનું મુનસર તળાવ; અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બેનમૂન ઝૂલતા મિનારા, મનોહર અને બારીક કોતરણીવાળી – સીદી સૈયદની જાળી, હઠીસીંગનાં જૈન દેરાં, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, નગીના વાડી વગેરે, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહોબતખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતનાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્થળો છે.

3. ધાર્મિક સ્થળો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગદ્ગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી (બનાસકાંઠા જિલ્લો), બહુચરાજી (મહેસાણા જિલ્લો), મહાકાલીનું મંદિર (પાવાગઢ – પંચમહાલ જિલ્લો), મીરા દાતાર (ઉનાવા – મહેસાણા જિલ્લો), જેનતીર્થ પાલિતાણા (ભાવનગર જિલ્લો), રણછોડરાયજીનું મંદિર (ડાકોર, ખેડા જિલ્લો), શામળાજી (અરવલ્લી જિલ્લો) વગેરે ગુજરાતનાં ધાર્મિક મહત્ત્વ ધરાવતાં તીર્થસ્થાનો છે.

4. સાંસ્કૃતિક મહોત્સવોઃ પોળો વિજયનગર – સાબરકાંઠા જિલ્લો), પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ (અમદાવાદ), તાના-રીરી મહોત્સવ (વડનગર), ઉત્તરાર્ધ – નૃત્ય મહોત્સવ (મોઢેરા), રણોત્સવ (કચ્છ) વગેરે ગુજરાતનાં જાણીતાં સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે.

5. મેળાઓ મેળાઓમાં મોઢેરાનો મેળો (મોઢેરા – મહેસાણા જિલ્લો), ભાદરવી પૂનમનો મેળો (અંબાજી – બનાસકાંઠા જિલ્લો), ભવનાથનો મેળો (ગિરનાર – જૂનાગઢ જિલ્લો), તરણેતરનો મેળો (તરણેતર – સુરેન્દ્રનગર જિલ્લો) અને વૌઠાનો મેળો (ધોળકા – અમદાવાદ જિલ્લો) મુખ્ય છે.

6. બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓઃ ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:

પ્રશ્ન 1.
ભારતીય વારસાનાં જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો.
અથવા
આપણા બંધારણમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે કઈ કઈ ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
અથવા
ટૂંક નોંધ લખો સાંસ્કૃતિક વારસાનું જતન અને સંરક્ષણ
ઉત્તર:
આપણા બંધારણના અનુચ્છેદ 51 (ક)માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં (છ), (જ) અને (ટ) એટલે કે (6), (7) અને (9)માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છેઃ

  • આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી.
  • દેશનાં જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ-પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું. બધા જીવો પ્રત્યે દયા દાખવવી.
  • દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું.
  • હિંસાનો ત્યાગ કરવો.
  • આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાં પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતાં સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. ભારતનાં પ્રતિનિર્મિત રમ્ય ભૂમિદશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.

પ્રશ્ન 2.
પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી, ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો.
ઉત્તર:
પ્રાકૃતિક વારસાનો અર્થ પ્રાકૃતિક વારસો એટલે “પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ.” પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે.

પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતોઃ ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધતાથી ભરેલો છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે: > ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણાં, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણપ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલા-વેલીઓ, પર્ણો-પુષ્પો, જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે.

  • ભારતના ભૂમિદશ્યો(Land scapes)માં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનીજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે.
  • હવામાનમાં થતાં પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે.
  • આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દૈવી સ્વરૂપ આપવામાં આવ્યું છે.
  • આપણે સૌ પ્રકૃતિનાં સંતાન છીએ. પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે.
  • પીપળો અને વડ જેવાં વૃક્ષોને તથા તુલસી જેવા છોડને આપણે પવિત્ર માનીને પૂજીએ છીએ.
  • ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
  • આપણા શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યાં છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે. – આપણાં ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેના વિષયવસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે.
  • આપણી આયુર્વેદિક, યુનાની અને નિસગૉપચાર (નેચરોપથી) જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે.

પ્રશ્ન 3.
ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો.
અથવા
ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ થતી બાબતો વિશે લખો.
ઉત્તર:
સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા-કૌશલ્ય વડે જે કાંઈ સર્યું કે મેળવ્યું છે તે “સાંસ્કૃતિક વારસો’ કહેવાય છે.

  • ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્પનન કરેલાં સ્થળો તેમજ સ્વાતંત્ર્યસંગ્રામ સહિતનાં ઐતિહાસિક સ્મારકો અને સાબરમતી આશ્રમ તેમજ દાંડી, વર્ધા, બારડોલી, શાંતિનિકેતન (કોલકાતા), દિલ્લી જેવા સ્થળો વગેરેનો સમાવેશ થાય છે.
  • આ ઉપરાંત, ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિ-વિધાન, પર્યાવરણ સુરક્ષા વગેરેની મહત્ત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે.
  • પ્રાગૂ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. દા. ત., શિલ્પો કંડારવાની કળા. તે લગભગ 5000 વર્ષ પ્રાચીન છે.
  • એ અવશેષોમાંથી મળી આવેલ નર્તકી; દેવ-દેવીઓનાં, પશુઓનાં અને માનવ-આકૃતિનાં શિલ્પો, બાળકોને રમવાનાં કેટલાંક રમકડાં, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે.
  • મોર્યયુગનાં શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર-પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્તયુગની જૈન તીર્થકરોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓનાં શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિનાં દર્શન કરાવે છે. પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો ભવ્ય, વૈવિધ્યપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો

પ્રશ્ન 1.
આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે?
ઉત્તરઃ
આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે.

પ્રશ્ન 2.
નેગ્રીટો (હબસી) પ્રજા વિશે ટૂંકી માહિતી આપો.
ઉત્તર:
નેગ્રીટો (હબસી) કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. શ્યામ વર્ણ, 4થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી.

પ્રશ્ન 3.
ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયાં કયાં પ્રાણીઓ દર્શાવાયેલાં છે?
ઉત્તર:
ભારતની રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહો, ઘોડો, હાથી અને બળદ – આ પ્રાણીઓ દર્શાવાયેલાં છે.

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
“લોકમાતા’ શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે?
A. ભારત
B. પ્રકૃતિ
C. નદીઓ
D. પનિહારીઓ
ઉત્તર:
C. નદીઓ

પ્રશ્ન 2.
નીચેના પૈકી કઈ જોડી સાચી છે?
A. શારદાપીઠ – સોમનાથ
B. પોળો ઉત્સવ – વડનગર
C. ઉત્તરાર્ધનૃત્ય મહોત્સવ – મોઢેરા
D. સીદી સૈયદની જાળી – ભાવનગર
ઉત્તરઃ
C. ઉત્તરાર્ધનૃત્ય મહોત્સવ – મોઢેરા

પ્રશ્ન 3.
દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય?
A. હિન્દી
B. તમિલ
C. કન્નડ
D. મલયાલમ
ઉત્તરઃ
A. હિન્દી

Leave A Comment

Education Rays Coaching Classes is a trusted institute dedicated to excellence in mathematics education. Founded in 2019 by Mohan Singh Rajput, we offer expert coaching for school students and competitive exams like SSC, with a focus on clear concepts, personalized support, and 100% student success.

Education Rays
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.