Class 10 Social Science Chapter 12 ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો

ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:

પ્રશ્ન 1.
ખનીજ તેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો.
ઉત્તર:
ખનીજ તેલ પરંપરાગત કે વ્યાપારી શક્તિ-સંસાધન ગણાય છે. તે પુનઃઅપ્રાપ્ય શક્તિ-સંસાધન પણ છે.

ખનીજ તેલની ઉત્પત્તિ તે પ્રસ્તર ખડકોમાંથી મળે છે. આજથી કરોડી વર્ષ પહેલાં પૃથ્વી પરનાં પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયાં અને તેમનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું. એ સ્વરૂપ લગભગ પ્રવાહી કે વાયુ સ્વરૂપનું હતું. આવા કેટલાક ખનીજ તેલ અને કુદરતી વાયુયુક્ત સ્તરો ભૂસંચલનના કારણે સમુદ્રમાંથી બહાર ઊંચકાઈ આવ્યા, તો કેટલાક સમુદ્રતળિયે જ રહ્યા.

ખનીજ તેલની પ્રાપ્તિઃ ઈ. સ. 1866માં ભારતમાં અસમમાં ખનીજ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો. તેમાં સફળતા મળતાં દેશમાં ખનીજ તેલના ભંડાર શોધવાના સક્રિય પ્રયત્નો શરૂ થયા. આજે ભારતમાં મુખ્યત્વે ખંભાતના અખાત અને અરબ સાગરના બૉમ્બે હાઈ, ગુજરાત અને અસમમાંથી તથા થોડા પ્રમાણમાં આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશના વિસ્તારમાંથી ખનીજ તેલ મેળવવામાં આવે છે.

ખનીજ તેલના ભંડારોના વિભાગો ભારતના ખનીજ તેલના ભંડારોને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ

  1. ઉત્તર-પૂર્વનાં તેલક્ષેત્રો,
  2. ગુજરાતનાં તેલક્ષેત્રો,
  3. બૉમ્બે હાઈનાં તેલક્ષેત્રો,
  4. પૂર્વ કિનારાનાં તેલક્ષેત્રો અને
  5. રાજસ્થાનના તેલક્ષેત્રો.

ખનીજ તેલના ઉપયોગો: ખનીજ તેલ પરિવહન તેમજ ઉદ્યોગોમાં યાંત્રિક સાધનોના સંચાલન બળ કે બળતણ તરીકે વપરાય છે. ખનીજ તેલની આડપેદાશોમાંથી પ્લાસ્ટિક, રંગો, રસાયણો, રાસાયણિક ખાતર, વાર્નિશ, આલ્કોહોલ, પેરેફીન, જંતુનાશક દવાઓ, સિક્વેટિક રેસા વગેરે બને છે.

પ્રશ્ન 2.
ખનીજ સંરક્ષણના ઉપાયો જણાવો.
ઉત્તરઃ
ખનીજ સંરક્ષણ માટેના મુખ્ય ઉપાયો નીચે પ્રમાણે છે:

  • યોગ્ય ટેકનોલૉજીનો ઉપયોગ ખનીજો મેળવવા માટે અદ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવે, તો ખનીજો વેડફાઈ જતી અટકાવી શકાય છે.
  • પુનઃચક્રઃ વપરાઈ ગયેલાં લોખંડ, તાંબું, ઍલ્યુમિનિયમ અને ક્લાઈના : ભંગારમાંથી નવેસરથી આ ધાતુઓ મેળવી શકાય છે અને તેમનો ફરીથી ઉપયોગ થઈ શકે છે.
  • ખનીજોનો વૈકલ્પિક ઉપયોગઃ ઓછા પ્રમાણમાં મળતાં કે ખલાસ છૂવાની અણી પર હોય તેવાં ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ, જેથી આવાં ખનીજોને લાંબા સમય સુધી બચાવી શકાય. ઉદાહરણ તરીકે, વિદ્યુતને સ્થાને સૌરઊર્જાનો, તાંબાના સ્થાને ઍલ્યુમિનિયમનો, પેટ્રોલને બદલે સી.એન.જી.નો ઉપયોગ કરવો જોઈએ.
  • બિનપરંપરાગત શક્તિ-સંસાધનોનો ઉપયોગ પવનઊર્જા, સૌરઊર્જા, બાયોગેસ, ભરતી ઊર્જા, ભૂતાપીય ઊર્જા વગેરે બિનપરંપરાગત શક્તિ-સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. આ બધા ઊર્જાસ્ત્રોતો પુનઃપ્રાપ્ય ઊર્જાનાં સંસાધનો છે.
  • પોષણક્ષમ (ટકાઉ વિકાસ) પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખીને ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો. આ માટે પ્રદૂષણમુક્ત પર્યાવરણ જાળવવા પ્રયત્નો કરવા જોઈએ.
  • ખનીજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરીને તેનો ઉપયોગ વ્યવસ્થિત અને આયોજનપૂર્વક કરવો જોઈએ.
  • ખનીજો નાશવંત છે. તેમનું નવીનીકરણ થઈ શકતું નથી. તેથી તેમનો બહુ વિવેકપૂર્ણ અને કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે.
  • ખાસ જરૂરી અને અનિવાર્ય હોય તેવાં જ કામો માટે ખનીજો વાપરવાં જોઈએ.
  • ખનીજોનું સંરક્ષણ એક પ્રકારની બચત છે, એ ખ્યાલ સ્વીકારીને ખનીજ સંસાધનોની જાળવણી કરવી જોઈએ.

પ્રશ્ન 3.
વિદ્યુતશક્તિ વિશે ટૂંકમાં લખો. અથવા
વિદ્યુતશક્તિના પ્રકારો કયા કયા છે? દરેક વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તરઃ
આપણા ઘરમાં પંખા, ટેલિવિઝન, રેડિયો, વૉશિંગ મશીન, ફ્રિજ, ટ્યૂબલાઈટ્સ વગેરેને ચલાવવા વિદ્યુતશક્તિની જરૂર પડે છે. પર્યાવરણનાં તત્ત્વોનો ઉપયોગ કરી માનવીએ સંચાલન શક્તિનાં વિવિધ સાધનો વિકસાવ્યાં છે. તેમાંની એક છે વિદ્યુતશક્તિ. ઔદ્યોગિક વિકાસના પાયામાં વિદ્યુતશક્તિ રહેલી છે. ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી વિદ્યુતશક્તિની શોધ થઈ.
ઊર્જાનાં સાધનોને આધારે વિદ્યુતશક્તિના ત્રણ પ્રકાર પડે છે.
1. તાપવિદ્યુત,
2. જલવિદ્યુત અને
3. પરમાણુવિદ્યુત.

1. તાપવિદ્યુતઃ કોલસો, ખનીજ તેલ કે કુદરતી વાયુનો ઊર્જાના સોત તરીકે ઉપયોગ કરીને ઉત્પન્ન કરાતી વિદ્યુત તાપવિદ્યુત’ કહેવાય છે.

  • ભારતના કુલ વિદ્યુત ઉત્પાદનની આશરે 70 % વિદ્યુત તાપવિદ્યુત છે. ભારતમાં 310થી વધુ તાપવિદ્યુતમથકો સ્થાપવામાં આવ્યાં છે. તેમાં મુખ્યત્વે કોલસો વપરાય છે, કારણ કે તે ભારતમાં મોટા પાયે ઉપલબ્ધ હોવાથી પ્રમાણમાં સસ્તો છે.
  • તાપવિદ્યુતમથકોમાં લાખો ટન કોલસો વપરાય છે, એટલે તેનું પરિવહન ખર્ચ ઓછું કરવા, સામાન્ય રીતે કોલસાના ક્ષેત્રમાં જ તાપવિદ્યુતમથક સ્થાપવામાં આવે છે.
  • ભારતમાં મુખ્યત્વે તાપવિદ્યુત પર આધાર રાખતાં રાજ્યો ગુજરાત, અસમ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે. મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, કર્ણાટક અને દિલ્લી પણ સારા પ્રમાણમાં તાપવિદ્યુત ઉત્પન્ન કરે છે.

2. જલવિદ્યુતઃ નદીના ધોધના સ્થળે કે ઊંચા સ્થળે જમા કરેલા પાણીને પાઈપ દ્વારા નીચે વહેવડાવીને તેની ગતિશક્તિ દ્વારા ટર્બાઇન : ચલાવી ઉત્પન્ન કરવામાં આવતી વિદ્યુત જલવિદ્યુત’ કહેવાય છે.

  • તેના ઉત્પાદનમાં માત્ર પાણીનો ઉપયોગ થતો હોવાથી કોઈ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. વળી, આ પાણી વૃષ્ટિ દ્વારા મળ્યા કરતું હોવાથી અખૂટ શક્તિસાધન છે.
  • જલવિદ્યુતના ઉત્પાદન માટે પાણીનો એકધારો પુરવઠો અને જળધોધ માટે પર્વતીય ભૂપૃષ્ઠ જરૂરી છે. ભારતમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરલ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ વગેરે રાજ્યોમાં જલવિદ્યુતનું ઉત્પાદન વધુ થાય છે.
  • ગુજરાતમાં સરદાર સરોવર, કડાણા અને ઉકાઈ ખાતે જલવિદ્યુત મથકો છે.
  • નર્મદા નદી પરની ‘સરદાર સરોવર’ યોજનાનાં જલવિદ્યુતમથકો 1450 મેગાવૉટ વિદ્યુત ઉત્પન્ન કરશે.

૩. પરમાણુવિદ્યુતઃ યુરેનિયમ અને થોરિયમ જેવાં કિરણોત્સર્ગી તત્ત્વોના પરમાણુ વિભાજનથી જે વિરાટ ગરમીશક્તિ પેદા થાય છે, તેનો ઉપયોગ પરમાણુવિદ્યુત ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે.

  • એક અંદાજ પ્રમાણે 450 ગ્રામ યુરેનિયમના પરમાણુ વિભાજનથી આશરે 120 લાખ કિલોવૉટ વિદ્યુતશક્તિ મળે છે.
  • ભારતમાં યુરેનિયમ ઝારખંડ અને રાજસ્થાનમાંથી બહુ થોડા પ્રમાણમાં મળે છે.
  • ભારતમાં છ પરમાણુ વિદ્યુતમથકો છેઃ મહારાષ્ટ્રમાં તારાપુર, તમિલનાડુમાં કલ્પક્કમ, રાજસ્થાનમાં કોટા પાસે રાવતભાટા, ઉત્તર :પ્રદેશમાં મથુરા પાસે નરોરા, ગુજરાતમાં કાકરાપાર અને કર્ણાટકમાં કૈગા. તેમની કુલ વિદ્યુત ઉત્પાદનની વાર્ષિક ક્ષમતા 2720 મેગાવૉટ જેટલી છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:

પ્રશ્ન 1.
ચૂનાના (પથ્થરના) ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
ચૂનાના પથ્થરના) ઉપયોગો નીચે પ્રમાણે છે:

  • ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવામાં અને મકાન બાંધકામમાં થાય છે.
  • તે લોખંડને પિગાળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે.
  • આ ઉપરાંત, તે કાચ, કાગળ અને રંગ ઉદ્યોગોમાં, ખાંડના શુદ્ધીકરણમાં તથા ચૂનો, સોડા એંશ, સાબુ વગેરેના ઉત્પાદનમાં વપરાય છે.

પ્રશ્ન 2.
અબરખ વિશે જણાવો.
અથવા
અબરખના ગુણધર્મો અને ઉપયોગ લખો.
અથવા અબરખનો ઉપયોગ શો છે?
ઉત્તરઃ
અબરખના ગુણધર્મો અને ઉપયોગો નીચે પ્રમાણે છેઃ

  • અબરખ પારદર્શક, સ્થિતિસ્થાપક તથા ગરમી અને વિદ્યુતનું અવાહક (અતિમંદવાહક) છે. તે વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકે છે.
  • આથી તે વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટેનાં હીટર, ઇસ્ત્રી વગેરે સાધનોમાં વિદ્યુતરોધક (Insulator) તથા અગ્નિરોધક તરીકે વપરાય છે. આ ઉપરાંત, તે અન્ય વીજસાધનો, રેડિયો, ટેલિફોન, વિમાન, મોટર, ગ્રામોફોન, ધ્વનિશોષક પડદા વગેરેમાં વપરાય છે.
  • તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે.
  • ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન અબરખના ઉત્પાદનમાં મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખ મળી આવે છે.
  • ભારતમાં મસ્કોવાઈટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે.
  • અબરખના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે.

પ્રશ્ન 3.
તાંબાની ઉપયોગિતા જણાવો. અથવા તાંબાના ગુણધર્મો અને ઉપયોગ જણાવો. (March 20)
ઉત્તર:
તાંબાના ગુણધર્મો અને ઉપયોગો નીચે પ્રમાણે છે:

  1. તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારની મિશ્રધાતુઓ બનાવવા માટે થાય છે. તેમાં જસત ભેળવતાં પિત્તળ અને કલાઈ ભેળવતાં કાંસું બને છે. સોનું, ચાંદી વગેરેમાં પણ તે ભેળવાય છે.
  2. તાંબાને ટીપીને તેને વિવિધ આકાર આપી શકાતા હોવાથી હું ખનીજોમાં સર્વપ્રથમ તાંબું માનવીના ઉપયોગમાં આવ્યું હશે એમ મનાય છે.
  3. તાંબું વિદ્યુતની સુવાહક ધાતુ છે.
  4. ‘તામયુગને ધાતુઓના યુગનો પહેલો તબક્કો ગણવામાં આવે છે.
  5. તાંબાનો ઉપયોગ વાસણો, સુશોભનનાં સાધનો, સિક્કા, છાપકામનાં બીબાં, રંગીન કાચ, જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો વગેરે બનાવવા માટે થાય છે.
    > તાંબું એક ઉત્તમ વિદ્યુતવાહક હોવાથી વીજળીના તાર, વીજસાધનો અને રેડિયો, ટેલિફોન, ટેલિવિઝન, રેફ્રિજરેટર, ઍરકંડિશનર વગેરે સાધનો બનાવવામાં વપરાય છે.

પ્રશ્ન 4.
ખનીજોના વર્ગીકરણ વિશે લખો.
ઉત્તર:
ખનીજોનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે:


ખનીજોનું સામાન્ય વર્ગીકરણ નીચે પ્રમાણે પણ કરી શકાય?
(1) ધાતુમય ખનીજો:
(i) કીમતી ધાતુમય ખનીજો સોનું, ચાંદી, પ્લેટિનમ વગેરે.
(ii) વજનમાં હલકી એવી ધાતુવાળાં ખનીજોઃ મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, ટીટાનિયમ (ટાઈટેનિયમ) વગેરે.
(iii) સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો લોખંડ, તાંબું, સીસું, જસત, કલાઈ, નિકલ વગેરે.
(iv) મિશ્રધાતુ બનાવવા વપરાતાં ખનીજો મૅગેનીઝ, ક્રોમિયમ, ટંગસ્ટન, વેનેડિયમ (વનેડિયમ) વગેરે.

(2) અધાતુમય ખનીજો:
ચૂનાના પથ્થર, ચૉક, ઍબ્રેસ્ટૉસ, અબરખ, ફ્લોરસ્પાર, જિપ્સમ (ચિરોડી), સલ્ફર, હીરા વગેરે.

(૩) સંચાલન શક્તિ માટે વપરાતાં ખનીજો:
કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:

પ્રશ્ન 1.
‘આધુનિક યુગને ‘ખનીજયુગ’ કહે છે’ શા માટે?
અથવા
આધુનિક યુગને ‘ખનીયુગ’ શા માટે કહે છે? અથવા
ભૌગોલિક કારણો આપોઃ આધુનિક યુગને ‘ખનીયુગ’ પણ કહેવામાં આવે છે.
ઉત્તરઃ
માનવીની લગભગ બધી પ્રવૃત્તિઓ સાથે ખનીજોમાંથી બનાવાયેલાં સાધનો સંકળાયેલાં છે. નાની ટાંકણીથી માંડી વિરાટ કદનાં યંત્રો, વાહનો વગેરે ખનીજોમાંથી બને છે.
ઓદ્યોગિક ક્રાંતિ પછી ખનીજોનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. આજનાં તમામ વિકસિત રાખે ખનીજોનાં વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનિકી વિકાસના કારણે સમૃદ્ધ થયાં છે. તેથી આધુનિક યુગને ‘ખનીયુગ’ પણ કહેવામાં આવે છે.

પ્રશ્ન 2.
આજે બિનપરંપરાગત ઊર્જાશક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે?
ઉત્તર:
હાલમાં વિશ્વની ઊર્જાની મોટા ભાગની જરૂરિયાત કોલસો, ખનીજ તેલ, કુદરતી તેલ અને લાકડું જેવાં પરંપરાગત ઊર્જાસ્રોતોથી સંતોષાય છે.

  • આ ઊર્જાસ્રોતોનો જથ્થો મર્યાદિત છે. વળી, તે પુનઃઅપ્રાપ્ય શક્તિ સંસાધનો છે.
  • પરંપરાગત ઊર્જાસ્ત્રોતોના જથ્થાઓ ઝડપથી ઘટી રહ્યા છે. તેના પરિણામે વિદ્યુત ઉત્પાદન પણ કાળક્રમે ઘટતું જશે. જંગલો પણ ઘટી રહ્યાં છે, એટલે બળતણ માટે લાકડું મળવું પણ મુશ્કેલ થતું જશે.
  • આ સંજોગોમાં, નજીકના જ ભવિષ્યમાં ઊર્જાના બિનપરંપરાગત સ્રોતોનો વધુને વધુ ઉપયોગ અનિવાર્ય થઈ જશે. વળી, તે પુનઃપ્રાપ્ય ઊર્જાનાં સંસાધનો છે.
  • આથી આજે બિનપરંપરાગત ઊર્જાશક્તિનો ઉપયોગ વધ્યો છે.

પ્રશ્ન 3.
લોખંડનાં મુખ્ય પ્રાપ્તિસ્થાનો જણાવો.
ઉત્તરઃ
લોખંડ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનીજ ગણાય છે.
ગુણધર્મો:
(1) તે સોંઘુ, મજબૂત અને ટકાઉ ધાતુ છે.
(2) તે અન્ય ધાતુઓ સાથે ભળી જાય છે.

ઘડતરનું લોખંડઃ લોખંડ અશુદ્ધ સ્વરૂપ(લોહઅયસ્ક)માં મળે છે. તેને શુદ્ધ કરવા કોક અને ચૂના સાથે મોટી ભઠ્ઠીમાં તપાવીને ગાળવામાં આવે છે. તેથી ઢાળનું લોખંડ મળે છે. આ લોખંડમાંથી કાર્બન તત્ત્વ દૂર કરવામાં આવતાં જે લોખંડ મળે છે, તે ‘ઘડતરનું લોખંડી’ કહેવાય છે.
લોખંડની કાચી ધાતુના ચાર પ્રકારઃ
(1) હેમેટાઈટ
(2) મૅગ્નેટાઇટ,
(3) લિમોનાઈટ અને
(4) સિડેરાઇટ.

ઉપયોગોઃ ટાંકણીથી માંડીને મોટાં યંત્રો, યંત્રસામગ્રી, 2 મોટરગાડીઓ, જહાજો, રેલવે, પુલો, મકાનો, સંરક્ષણ શસ્ત્રો વગેરે બનાવવામાં લોખંડનો મોટા પાયા પર ઉપયોગ થાય છે.

પ્રાપ્તિસ્થાનો: ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે. તે પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાંથી મળે છે. તદુપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરલ, ઉત્તર પ્રદેશ, અસમ વગેરે રાજ્યોમાંથી પણ લોખંડ મળે છે.

પ્રશ્ન 4.
ભારતમાં મેંગેનીઝ કયાં કયાં રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યું છે?
ઉત્તર:
ભારતમાં મૅગેનીઝ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા, કર્ણાટક અને ગોવા વગેરે રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યું છે.

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
પાલનપુરની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઇચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે?
A. ધુવારણ
B. દાંતીવાડા
C. મેથાણ
D. ઉન્મેલ
ઉત્તર:
B. દાંતીવાડા

પ્રશ્ન 2.
ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માગે છે. નીચે જણાવેલ ચાર સ્થળો પૈકી ત્રણ સ્થળોએ જવા જેટલો જ તેમની પાસે સમય છે. તો કયા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ?
A. તુલસીશ્યામ
B. ઉનાઈ
C. સાપુતારા
D. લસુન્દ્રા
ઉત્તર:
C. સાપુતારા

પ્રશ્ન 3.
નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ ચાર વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
1. ચાંદી, પ્લેટિનમa. સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનીજ
2. મૅગ્નેશિયમ, ટાઇટેનિયમb. મિશ્રધાતુરૂપે વપરાતું ખનીજ
3. સીસું, નિકલc. કીમતી ધાતુમય ખનીજ
4. ટંગસ્ટન, વેનેડિયમd. હલકી ધાતુમય ખનીજ

A. (1 – a), (2 – c), (3 – b), (4 – d).
B. (1 – c), (2 – d), (3 – a), (4 – b).
C. (3 – b), (2 – a), (3 – d), (4 – c).
D. (1 – d), (2 – a), (3 – c), (4 – b).
ઉત્તર:
B.

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
1. ચાંદી, પ્લેટિનમc. કીમતી ધાતુમય ખનીજ
2. મૅગ્નેશિયમ, ટાઇટેનિયમd. હલકી ધાતુમય ખનીજ
3. સીસું, નિકલa. સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનીજ
4. ટંગસ્ટન, વેનેડિયમb. મિશ્રધાતુરૂપે વપરાતું ખનીજ

Leave A Comment

Education Rays Coaching Classes is a trusted institute dedicated to excellence in mathematics education. Founded in 2019 by Mohan Singh Rajput, we offer expert coaching for school students and competitive exams like SSC, with a focus on clear concepts, personalized support, and 100% student success.

Education Rays
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.