ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં કલ્યાણ અને વિકાસ માટેની (સામાન્ય) બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો.
અથવા
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનાં કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કઈ કઈ સામાન્ય જોગવાઈઓ કરવામાં આવી છે?
ઉત્તર:
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય સામાન્ય જોગવાઈઓ નીચે પ્રમાણે છેઃ
બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, ભાષા અથવા તેમાંના કોઈના આધારે
Gujarat Board Solutions
Class 7 Solutions
- રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહિ.
- દુકાનો, જાહેર રેસ્ટોરાં, હોટલો અને જાહેર મનોરંજનનાં સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે અથવા
- કૂવા, તળાવ, નાહવા માટેના ઘાટો, રસ્તાઓ, સંપૂર્ણ અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતાં સ્થળોના અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલાં સ્થળોના ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ કે શરતો લાદી શકાશે નહિ તેમજ ભેદભાવ દાખવી શકાશે નહિ.
બંધારણના આર્ટિકલ 20 પ્રમાણે
- ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં રહેતા નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો એમને અધિકાર રહેશે.
- કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈ પણના આધારે રાજ્ય તરફથી નભતી અથવા નાણાકીય મદદથી ચાલતી કોઈ પણ શિક્ષણસંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતો અટકાવી શકાશે નહિ.
પ્રશ્ન 2.
આતંકવાદની સામાજિક અસરો જણાવો.
અથવા
ટૂંક નોંધ લખોઃ આતંકવાદની સામાજિક અસરો
ઉત્તરઃ
આતંકવાદની મુખ્ય સામાજિક અસરો નીચે પ્રમાણે છે:
- આતંકવાદ સમાજની એકતાને છિન્નભિન્ન કરે છે.
- આતંકવાદને કારણે નાગરિકો સતત ભયના ઓથાર નીચે જીવે છે. તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે.
- આતંક્વાદીઓ ભય ફેલાવવા હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે નાનાં બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે.
- આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે. તેઓ શાંતિથી અભ્યાસ કરી શક્તા નથી.
- સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે, જેથી સમાજવ્યવસ્થા અસ્તવ્યસ્ત બને છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે.
- જે વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોને એકબીજાને જોડતા કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની -ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી.
- ગામડાં અને શહેરો વચ્ચેનો તેમજ રાજ્ય-રાજ્ય વચ્ચેનો આંતરવ્યવહાર ઓછો થઈ જાય છે.
2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 1.
સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો.
અથવા
સાંપ્રદાયિકતાને દૂર કરવા કયાં કયાં પગલાં ભરવાં જોઈએ?
ઉત્તરઃ
સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો નીચે પ્રમાણે છે:
- સાંપ્રદાયિક તત્ત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખતાઈથી કામ લેવું. કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું નહિ તેમજ સમાધાન કરવું નહિ.
- શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતા અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે, તેથી અભ્યાસક્રમોમાં બધા ધર્મોનાં સારાં તત્ત્વો દાખલ કરવાં જોઈએ. તદુપરાંત, શાળાઓમાં સર્વધર્મની પ્રાર્થનાઓ તેમજ સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મસમભાવનો દષ્ટિકોણ વિકસાવી શકાય છે.
- ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહિ. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો.
- રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવાં દશ્ય-શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારાં શ્રેષ્ઠ વીજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝને પોતાના કાર્યક્રમો દ્વારા તેમજ સિનેમાના પડદા પર ફિલ્મોએ સમાજમાં સર્વધર્મસમભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રસાર કરવો જોઈએ. રેડિયો અને ટેલિવિઝને રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ.
- સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ.
- યુવાનોમાંથી સાંપ્રદાયિક ભાવના નાબૂદ થાય અને તેમનામાં વૈજ્ઞાનિક દષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક અને સામાજિક પ્રયત્નો કરવા જોઈએ.
- સમાજના બુદ્ધિજીવીઓ, રાજકીય નેતાઓ, ધર્મ કે સંપ્રદાયના વડાઓ વગેરેએ સાથે મળીને સાંપ્રદાયિક્તાને અંકુશિત અને નિર્મૂળ કરવા સંનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ.
- ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિતી અને રાષ્ટ્રગૌરવ છે એવી સમજ લોકોમાં કેળવવી જોઈએ, જે તેમનામાં ઐક્ય, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત બનાવે છે.
પ્રશ્ન 2.
લઘુમતીઓનાં કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો.
અથવા
લઘુમતીઓ માટે સમાન તકના સંદર્ભમાં બંધારણમાં કઈ જોગવાઈઓ કરવામાં આવી છે?
ઉત્તર:
લઘુમતીઓનાં કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓ નીચે પ્રમાણે છે:
- ભારતના બંધારણે દેશની બધી જ લઘુમતીઓને બહુમતીઓના – જેટલા અને જેવા જ હકો સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપ્યો છે.
- લઘુમતીઓના અધિકારો, હિતો, કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે “રાષ્ટ્રીય લઘુમતી પંચ’ની રચના કરી છે. આ ઉપરાંત, ભારતમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે સરકારે મુસ્લિમ પર્સનલ લૉ બનાવ્યો છે. એ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમનાં હિતોનું રક્ષણ કરે છે.
- ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને. ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મના પ્રસાર, પ્રચાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવા સ્વતંત્ર છે.
- કાયદો બળપૂર્વક કરેલા ધર્માતરને માન્ય રાખતો નથી.
- સરકારી આર્થિક સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી.
- તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સંપત્તિ કે દાન મેળવવાનો તેમજ તેની દેખભાળ કરવાનો અધિકાર ધરાવે છે.
- સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતીઓ : પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે છે.
- લઘુમતીઓને ધર્મ, વંશ, જાતિ, રંગ કે ભાષાને કારણે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં પ્રવેશતાં અટકાવી શકાશે નહિ.
- સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિને જાળવવા અને તેનો વિકાસ કરવા તેમજ પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને તેમનું સંચાલન કરવાનો અધિકાર છે.
પ્રશ્ન 3.
આતંકવાદની આર્થિક અસરો વર્ણવો. (August 20)
અથવા
ટૂંક નોંધ લખો આતંકવાદની આર્થિક અસરો
ઉત્તરઃ
આતંકવાદની મુખ્ય આર્થિક અસરો નીચે પ્રમાણે છે:
- આતંકવાદથી જે-તે પ્રદેશના વેપાર-ધંધાનો વિકાસ રૂંધાય છે. લોકોને . વેપાર-રોજગાર માટે અન્ય પ્રદેશમાં સ્થળાંતર કરવું પડે છે.
- આતંક્વાદીઓની માદક દ્રવ્યોની હેરાફેરીને લીધે તેમજ તેમના ૬ આંતરિક સંબંધોને કારણે દેશમાં કાળું નાણું ઠલવાય છે. તેથી દેશમાં છે
સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. - કેટલાંક આતંકવાદી સંગઠનો વેપારીઓ, કર્મચારીઓ અને શ્રીમંત વેપારીઓ પાસેથી ડરાવી-ધમકાવીને તેમજ અપહરણ કરીને નાણાં પડાવે છે.
- આતંકવાદથી પોતાના જાનમાલની ખુવારી થશે એવા ભયથી એ પ્રદેશમાં ધંધો કે ઉત્પાદન-પ્રવૃત્તિ માટે લોકો જવા તૈયાર થતા નથી.
- આતંકવાદી પ્રદેશના લોકો અન્ય વિસ્તારમાં ધંધાર્થે જાય છે, પરંતુ પૂરતી રોજીરોટી નહિ મળવાને કારણે તેઓ નશીલા પદાર્થોનું સેવન કરે છે; ક્યારેક ચોરી-લૂંટફાટ જેવી અસામાજિક પ્રવૃત્તિ કરે છે.
- આતંકવાદ સામે લોકોને સલામતી અને સુરક્ષા પૂરી પાડવા સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશમાં વિકાસનાં કામો ઓછા પ્રમાણમાં થાય છે.
- સરકારે બાંધેલાં અનેક બાંધકામો જેવાં કે રસ્તા, પુલ, બંધ, રેલવે, મોટી ઇમારતો વગેરેનો બૉમ્બવિસ્ફોટોથી નાશ કે નુકસાન થવાથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. એ બાંધકામોના પુનર્નિર્માણ કે સમારકામમાં સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશની વિકાસ યોજનાઓ સમયસર પૂરી થઈ શકતી નથી કે નવી યોજનાઓ હાથ ધરી શકાતી નથી.
- આતંકવાદને પરિણામે રાષ્ટ્રના અને રાજ્યના પરિવહન અને પ્રવાસન ઉદ્યોગને આર્થિક નુકસાન થાય છે.
- આતંકવાદી પ્રવૃત્તિની માઠી અસર જે-તે પ્રદેશના ઉદ્યોગ-ધંધા અને વાહનવ્યવહાર પર થાય છે. તેથી ત્યાં જીવનજરૂરિયાતોની આવશ્યક ચીજવસ્તુઓની અછત ઊભી થતાં ભાવવધારો જોવા મળે છે. લાંચરુશવત અને ભ્રષ્ટાચારની બદી ફેલાય છે.
3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 1.
આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત લખો.
ઉત્તર:
આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે :
| આતંક્વાદ | બળવાખોરી |
| 1. તે એક વૈશ્વિક સમસ્યા છે. | 1. તે જે-તે રાષ્ટ્રની સમસ્યા છે. |
| 2. તે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે. તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે. | 2. તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક સ્તરે વિકસેલી હોય છે. |
| 3. આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ન મળે. | 3. બળવાખોરી સ્થાનિક પ્રજાના સહકારથી ચાલે છે. |
| 4. આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે. | 4. બળવાખોરીથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે. |
| 5. આતંકવાદ સાંપ્રદાયિક હિંસા કે ઘણા ફેલાવીને સમાજને વિભાજિત કરે છે. | 5. બળવાખોર સંગઠનો લોકોને ડરાવી, ધમકાવી અને હત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ ઊભું કરે છે. |
પ્રશ્ન 2.
નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો.
અથવા
નક્સલવાદી આંદોલન વિશે માહિતી આપો.
ઉત્તરઃ
નક્સલવાદી આંદોલન અંગેની મુખ્ય બાબતો નીચે પ્રમાણે છે:
- ચીનમાં માઓ-સે-તુંગની નેતાગીરી હેઠળ થયેલી સામ્યવાદી ક્રિાંતિમાંથી પ્રેરણા મેળવીને ભારતમાં નક્સલવાદી આંદોલન શરૂ થયું છે.
- આ ઉગ્રવાદી વિચારધારા નક્સલવાદ કહેવાય છે, કારણ કે તેનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી થયો હતો.
- ઈ. સ. 1967માં પશ્ચિમ બંગાળમાં ચારુ મજમુદારના નેતૃત્વ નીચે નક્સલવાદી આંદોલન શરૂ થયું હતું.
- ત્યારપછી આ આંદોલન ઓડિશા, આંધ્ર પ્રદેશ, કેરલ, ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોના પહાડી અને જંગલવિસ્તારોમાં પ્રસર્યું છે. આજે ભારતનાં 13 રાજ્યો નક્સલવાદના પ્રભાવ હેઠળ છે.
- નક્સલવાદી આંદોલનમાં પિપલ્સ વૉર ગ્રૂપ’ (પી.ડબ્લ્યુ.જી.) અને માઓવાદી – સામ્યવાદી કેન્દ્ર (એમ.સી.સી.) નામનાં બે મુખ્ય સંગઠનો છે.
- નક્સલવાદી બળવાખોરો લૂંટફાટ, અપહરણ, હિંસક હુમલા, બોમ્બવિસ્ફોટ જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે.
- તેમની પ્રવૃત્તિઓ મુખ્યત્વે રાજ્ય સરકારોની શાસનવ્યવસ્થા સામે છે.
4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો
પ્રશ્ન 1.
ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે?
A. સાંપ્રદાયિકતા
B. જ્ઞાતિવાદ
C. ભાષાવાદ
D. જૂથવાદ
ઉત્તર:
B. જ્ઞાતિવાદ
પ્રશ્ન 2.
અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે?
A. અસ્પૃશ્યતા
B. ધર્મ
C. સંપ્રદાય
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. અસ્પૃશ્યતા
પ્રશ્ન 3.
બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?
A. આર્ટિકલ 25
B. આર્ટિકલ 29
C. આર્ટિકલ 17
D. આર્ટિકલ 46
ઉત્તર:
C. આર્ટિકલ 17
પ્રશ્ન 4.
નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે?
A. જ્ઞાતિવાદ
B. સાંપ્રદાયિકતા
C. ભાષાવાદ
D. આતંકવાદ
ઉત્તર:
D. આતંકવાદ
પ્રશ્ન 5.
નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:
| રાજ્ય | બળવાખોરી સંગઠન |
| 1. ત્રિપુરા | a. ઉલ્ફા |
| 2. મણિપુર | b. એન.એસ.સી.એન. |
| 3. નાગાલેન્ડ | c. એ.ટી.ટી.એફ. |
| 4. અસમ | d. કે.એન.એફ. |
A. (1- a), (2 – d), (3-c), (4-b).
B. (1 – C), (2 – d), (3-a), (4-b).
C. (1- C), (2 – d), (૩- b), (4 – a).
D. (1 – C), (2 -b), (૩- d), (4-a).
ઉત્તર :
C. (1- C), (2 – d), (૩- b), (4 – a).
