Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

  • Home
  • GSEB Board
  • GUJARATI MEDIUM
  • CLASS 10
  • Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:

પ્રશ્ન 1.
પ્રાચીન ભારતનું નગર-આયોજન સમજાવો.
અથવા
મોહેં-જો-દડોની નગરરચના સમજાવો.
ઉત્તર:
પ્રાચીન ભારતનાં નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે:

  1. શાસક અધિકારીઓનો ગઢ (સિટડલ),
  2. અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને
  3. સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર.

પ્રાચીન ભારતનાં નગરોની વિશેષતાઓઃ

    1. શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે.
    2. અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દીવાલોથી સુરક્ષિત બનાવેલું છે. આ નગરમાંથી બે-પાંચ ઓરડાવાળાં મકાનો મળી આવ્યાં છે.
    3. સામાન્ય નગરજનોના નીચલા નગરનાં મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોનાં બનાવેલાં છે.

પ્રશ્ન 2.
મોહેં-જો-દડોની નગરરચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો.
ઉત્તરઃ
મોહેં-જો-દડો નગરના રસ્તાઓ:

  • અહીંના રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા.
  • નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા.
  • રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એકસરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે.
  • રાજમાર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંકો આવતા નહિ.
  • બે મુખ્ય રાજમાર્ગો હતા. એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા.
  • ખરેખર, મોહેં-જો-દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા.
    મોહેં-જો-દડોની ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગરઆયોજનની આગવી વિશિષ્ટતા હતી.
  • પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી.
  • નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી.
  • મોહેં-જો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો.
  • ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું.
  • ગટરો ઉપર અમુક અંતરે પથ્થરનાં ઢાંકણાં હતાં. આ ઢાંકણાં ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી.
  • આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે.
  • ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દષ્ટિનો ઉત્તમ નમૂનો છે.

પ્રશ્ન ૩.
ગુજરાતની ગુફાઓ વિશે ચર્ચા કરો.
અથવા
ટૂંક નોંધ લખો ગુજરાતની ગુફાઓ
ઉત્તર:
ગુજરાતમાં નીચેની ગુફાઓ આવેલી છે:
1. જૂનાગઢ ગુફાઓ જૂનાગઢમાં આ ત્રણ ગુફાસમૂહ આવેલા છેઃ (1) બાવાપ્યારાનો ગુફાસમૂહ: આ ગુફાઓ બાવાપ્યારાના મઠ પાસે આવેલી છે. તે ત્રણ હરોળમાં પથરાયેલી છે, તેમજ એકબીજી { સાથે કાટખૂણે જોડાયેલી છે. પહેલી હરોળમાં ચાર, બીજી હરોળમાં સાત અને ત્રીજી હરોળમાં પાંચ એમ અહીં કુલ 16 ગુફાઓ છે. તે ઈ. સ.ની શરૂઆતની એક-બે સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે. (2) ઉપરકોટની ગુફાઓઃ આ ગુફાઓ બે માળની છે. ઉપરના માળ પર જવા માટે પગથિયાં છે. તે ઈ. સ. બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવાનું જણાય છે. (3) ખાપરા-કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ આ ગુફાઓ ખંડેર હાલતમાં છે. અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે તે મજલાવાળી હશે. અહીં કુલ 20 સ્તંભ છે. આ ગુફાઓ ઈ. સ. ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે.

2. ખંભાલીડા ગુફાઓઃ રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે. તે . સ. 1959માં શોધાઈ હતી. તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્યગૃહ, ગુફાના પ્રવેશમાર્ગોની બંને બાજુએ વૃક્ષને આશ્રયે ઊભેલા બોધિસત્ત્વ (ભગવાન બુદ્ધ) અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ – આ બધાં સ્થાપત્યો ઈ. સ.ની બીજી સદીનાં છે.

3. તળાજા ગુફાઓ : ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલ છે. તે તાલધ્વજગિરિ’ તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે. આ ગુફાઓની સ્થાપત્યકલામાં વિશાળ દરવાજો મુખ્ય છે. અહીંનાં એભલ મંડપ (સભાખંડ) અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ-સ્થાપત્યની દષ્ટિએ બેનમૂન છે. બૌદ્ધ ધર્મનાં સ્થાપત્યોની આ ગુફાઓ ઈ. સ.ની – ત્રીજી સદીની છે.

4. સાણા ગુફાઓ આ ગુફાઓ ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આવેલી છે. અહીં મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે.

5. ઢાંક ગુફાઓ આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના 3 ઢાંક ગામમાં ઢંકગિરિ નામના પર્વત પર આવેલી છે. તે ચોથી સદીના કે પૂર્વાર્ધની હોવાનું જણાય છે.

6. ઝીંઝુરીઝરઃ ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદસર પાસેની ઝીંઝુરીઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. તે ૬ ઈ. સ.ની પહેલી અને બીજી સદીની હોય તેમ મનાય છે.

7. કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓઃ આ ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં 2 ગુફાઓ આવેલી છે. ઈ. સ. 1967માં શ્રી કે. કા. શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી.

8. કડિયાડુંગર ગુફા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયાડુંગર ઉપર ત્રણ ગુફાઓ આવેલી છે. તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના ગણાય છે. આ ગુફાઓ સ્થાપત્યની દષ્ટિએ બેનમૂન છે. અહીં એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઊંચો ? એક સિંહસ્તંભ છે. સ્તંભના શિરો ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિ છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:

પ્રશ્ન 1.
ધોળાવીરા વિશે માહિતી આપો.
અથવા
પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો.
ઉત્તરઃ
ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં આવેલું છે.

  • તે હડપ્પાનગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે.
  • ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ અહીંના ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું. ત્યારપછી ઈ. સ. 1990માં પુરાતત્ત્વવિદ રવીન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું.
  • ધોળાવીરાનો મહેલ, કિલ્લા અને તેની દીવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે.
  • નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દષ્ટિએ રક્ષણાત્મક દીવાલોવાળી છે. આ દીવાલો બનાવવામાં પથ્થર, ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે.
  • નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધીકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે.

આમ, ધોળાવીરાની નગરરચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માની શકાય છે.

પ્રશ્ન 2.
“લોથલ તે સમયે ભારતનું અગત્યનું બંદર હતું.” સમજાવો.
અથવા (March 20)
પ્રાચીન ભારતના એક નગર તરીકે લોથલનો પરિચય આપો.
ઉત્તર:
લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.

  • લોથલ ખંભાતના અખાતથી 18 કિલોમીટર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે.
  • લોથલનાં મકાનોમાં ઉપરાઉપરી ત્રણ થર મળ્યા છે. આ પરથી અનુમાન થાય છે કે લોથલનાં મકાનો એક જ પાયા પર જુદે જુદે સમયે બંધાયાં હશે.
  • લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંઘરવા માટેનો એક મોટો ધક્કો – ગોદી (ડોકયાર્ડ) મળી આવ્યો છે. આ ધક્કામાં – ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવાઉતારવામાં આવતો.
  • ગોદામોમાં – વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી. વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા.
  • આમ, લોથલમાંથી મળી આવેલ ધક્કો – ગોદી, વખારો – ગોદામો, દુકાનો, આયાત-નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર, અગત્યનું બંદર અને વેપારીમથક હતું.

પ્રશ્ન 3.
સ્તંભલેખો પરની કલા વિશે માહિતી આપો.
અથવા
સ્તંભલેખોનો પરિચય આપો.
ઉત્તર:
મોર્યસમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે ‘ધર્માજ્ઞાઓ’ કોતરેલા, શિલ્પના ઉત્તમ નમૂનારૂપ સ્તંભલેખો ઊભા કરાવ્યા હતા.

  • આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલા છે.
  • બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા એ સ્તંભલેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા.
  • પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય !
  • સ્તંભનો મધ્ય ભાગ સપાટ રાખવામાં આવતો, જેથી ત્યાં લેખ કોતરી શકાય.
  • સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં અંબાલા, મેરઠ, અલાહાબાદ, સારનાથ, લોરિયા પાસે નંદનગઢ (બિહાર), સાંચી (મધ્ય પ્રદેશ), કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે.
  • અશોકના શિલાતંભો પૈકી સારનાથનો શિલાતંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
  • આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને, એકબીજાને પીઠ ટેકવીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે.
  • સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશ(ધર્મચક્રપ્રવર્તન)નું સૌપ્રથમ સ્થળ છે. તેથી એ સિંહોની નીચે ચારે બાજુ ચાર ધર્મચક્રો અંકિત કરેલાં છે. આ ઉપરાંત, તેમાં હાથી, ઘોડો કે બળદની આકૃતિઓ પણ છે.
  • 24 આરાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે તેમજ ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવી છે.

પ્રશ્ન 4 .
મોઢેરાના સૂર્યમંદિર વિશે નોંધ લખો.
અથવા
મોઢેરાના સૂર્યમંદિર વિશે માહિતી આપો.
અથવા
ઉત્તર ગુજરાતસ્થિત મંદિર કે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે, તે મંદિરનો પરિચય આપો. (March 20)
ઉત્તર:
ઉત્તર ગુજરાતસ્થિત મંદિર કે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે, તે મોઢેરાનું સૂર્યમંદિર છે. મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે.

  • તે ઈ. સ. 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું.
  • આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઊગે ત્યારે તેનાં કિરણો સીધાં ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યપ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઊઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે.
  • આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે.
  • આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે.
  • સૂર્યમંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે છે. આ કુંડની ચારે દિશાએ નાનાં નાનાં કુલ 108 મંદિરો (દરીઓ) આવેલાં છે. તેમાં સવાર-સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દશ્ય સર્જાય છે.

[વિશેષઃ મોઢેરાનું સૂર્યમંદિર તેની કલાત્મક સ્થાપત્યરચના અને શિલ્પસમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.]

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:

પ્રશ્ન 1.
શિલ્પ એટલે શું?
અથવા
શિલ્પકલા એટલે શું?
ઉત્તર:
કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી-હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને “શિલ્પ’ કહેવામાં આવે છે. આમ, આકાર બનાવવાની કલા ‘શિલ્પકલા’ કહેવાય છે.

પ્રશ્ન 2.
સ્થાપત્ય એટલે શું?
ઉત્તરઃ
મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામને ‘સ્થાપત્ય’ કહે છે.

પ્રશ્ન 3.
મોહેં-જો-દડોનો અર્થ સમજાવી, તેના રસ્તાની માહિતી આપો.
ઉત્તરઃ
મોહેં-જો-દડોનો અર્થ “મરેલાનો ટેકરો” એવો થાય છે.
મોહેં-જો-દડો નગરના રસ્તાઓ:

  • અહીંના રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા.
  • નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા.

પ્રશ્ન 4.
સૂપની સમજૂતી આપો.
અથવા
સૂપ એટલે શું? ?
ઉત્તર:
‘સૂપ’ એટલે ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખે વગેરે શરીરના અવશેષો(કે એક અવશેષ)ને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવાની અર્ધગોળાકાર ઇમારત.

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?
A. વાસ્તુ
B કોતરણી
C. મંદિર
D. ખંડેર
ઉત્તર:
A. વાસ્તુ

પ્રશ્ન 2.
લોથલમાં વહાણ લાંઘરવા માટે શું બાંધવામાં આવતું હતું?
A. ખીલો
B. થાંભલો
C. ધક્કો
D. જાળી
ઉત્તર:
C. ધક્કો

પ્રશ્ન 3.
સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે?
A. હિન્દી
B. બ્રાહ્મી
C. ઉર્દૂ
D. ઉડીયા
ઉત્તર:
B. બ્રાહ્મી

પ્રશ્ન 4.
ગુજરાતના ……………………….. ખાતે સૂર્યમંદિર આવેલું છે.
A. મોઢેરા
B. વડનગર
C. ખેરાલુ
D. વિજાપુર
ઉત્તર:
A. મોઢેરા

પ્રશ્ન 5.
અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે?
A. જામા મસ્જિદ
B. જુમ્મા મસ્જિદ
C. સિપ્રીની મસ્જિદ
D. મસ્જિદે નગીના
ઉત્તર:
A. જામા મસ્જિદ

Leave A Comment

Education Rays Coaching Classes is a trusted institute dedicated to excellence in mathematics education. Founded in 2019 by Mohan Singh Rajput, we offer expert coaching for school students and competitive exams like SSC, with a focus on clear concepts, personalized support, and 100% student success.

Education Rays
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.