ભારત: સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – II Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
હિમાલય પર્વતશ્રેણીઓમાં કયા કયા ઘાટ આવેલા છે?
ઉત્તરઃ
પ્રશ્ન 2.
રેગોલિથ એટલે શું?
ઉત્તરઃ
ભૂમિ-આવરણમાં ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને ‘રેગોલિથ’ કહેવામાં આવે છે. રેગોલિથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો હોય છે.
પ્રશ્ન 3.
ખડકોના મુખ્ય કેટલા અને કયા કયા પ્રકારો પડે છે?
ઉત્તર:
ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો પડે છે :
- આગ્નેય ખડકો,
- પ્રસ્તર અથવા નિક્ષેપકત ખડકો અને
- રૂપાંતરિત ખડકો.
પ્રશ્ન 4.
જમીન અથવા જમીન-નિર્માણ કઈ રીતે થાય છે?
અથવા
જમીન-નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો.
ઉત્તર:
તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ-આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી-રજ વગેરે હોય છે, જે રેગોલિથ’ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને ‘જમીન’ બને છે.
2. નીચેની શબ્દ-સંકલ્પનાઓ સમજાવો :
પ્રશ્ન 1.
નિક્ષેપણ અથવા નિક્ષેપણ એટલે શું?
ઉત્તર:
- નદી, હિમનદી, પવન, દરિયાનાં મોજાં જેવાં ઘસારાનાં પરિબળો દ્વારા થતો કાંપ-માટીનો પથરાટ નિક્ષેપણ’ કહેવાય છે.
- પૂરનાં મેદાનો, નદી વચ્ચેના ટાપુઓ, નદીના મુખત્રિકોણપ્રદેશો ડિલ્ટા) વગેરે ઘણાં ભૂમિસ્વરૂપો નિક્ષેપણથી રચાય છે.
પ્રશ્ન 2.
બાંગર અથવા બાંગર એટલે શું?
ઉત્તર:
- તરાઈની દક્ષિણે નદીઓના જૂના કાંપના થર ‘બાંગર’ કહેવાય છે.
- કાંપના નિરંતર થતા જમાવને કારણે તે નવાં પૂરનાં મેદાનોથી થોડી ઊંચાઈએ આવેલા પગથિયા સમાન દેખાય છે.
પ્રશ્ન 3.
ખનીજ
ઉત્તર:
નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોને ખનીજ’ કહે છે.
પ્રશ્ન 4.
ખડક
ઉત્તર:
પૃથ્વીના પોપડામાં કે ભૂ-કવચમાં આવેલા બધા જ ઘન ? પદાર્થોને ભૂસ્તરશાસ્ત્રીની ભાષામાં ખડક કહે છે.
પ્રશ્ન 5.
જમીન
ઉત્તર:
તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ-આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી-રજ વગેરે હોય છે, જે રેગોલિથ’ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને ‘જમીન’ બને છે.
3. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર મુદાસર આપો :
પ્રશ્ન 1.
ટૂંક નોંધ લખો : ભારતના દ્વીપસમૂહો
ઉત્તર:
ભારત બે દ્વીપસમૂહો ધરાવે છેઃ
- લક્ષદ્વીપ ટાપુઓ અને
- અંદમાન તથા નિકોબાર ટાપુઓ. આ બંને દ્વીપસમૂહોની ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે થઈ છે.
- લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં કેરલના કિનારાથી 280થી 480 કિમી દૂર આવેલા છે. આ દ્વીપસમૂહ પરવાળાના નિક્ષેપથી રચાયેલા નાના નાના ટાપુઓનો બનેલો છે. તેમાંના ઘણાનો આકાર ઘોડાની નાળ જેવો છે. આ પ્રકારના પરવાળાના દ્વીપોને “ઍટૉલ’ (atoll) કહે છે. લક્ષદ્વીપ સમૂહમાં કુલ 27 ટાપુઓ છે, જેમાંના 11 પર વસ્તી છે.
- અંદમાન અને નિકોબાર ટાપુઓ બંગાળની ખાડીમાં કોલકાતા અને ચેન્નઈથી લગભગ 1200 કિમીના સમાન અંતરે આવેલા છે. આ ટાપુઓ લક્ષદ્વીપ ટાપુઓ કરતાં મોટા, સંખ્યામાં વધુ અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે. નાના-મોટા કુલ 572 ટાપુઓમાંથી અંદમાન જૂથના કુલ 25 ટાપુઓ અને નિકોબાર જૂથના કુલ 13 ટાપુઓ પર વસ્તી છે. બાકીના ટાપુઓ નિર્જન છે.
- આ ટાપુઓ નિમજ્જન-પર્વત શ્રેણીઓનાં શિખરો છે. એ પૈકી કેટલાક જ્વાળામુખી ક્રિયા દ્વારા બનેલા છે. આમાંના કેટલાક દ્વીપોની લંબાઈ 60થી 100 કિમી જેટલી છે. નિકોબાર દ્વીપસમૂહ લગભગ 350 કિમીના અંતરમાં ફેલાયેલો છે.
- અંદમાન-નિકોબાર દ્વીપસમૂહો દેશની ભૂહાત્મક સુરક્ષાની દૃષ્ટિએ ઘણા મહત્ત્વપૂર્ણ છે.
4. નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ પૂર્ણ કરો :
પ્રશ્ન 1.
પતકાઈ ટેકરીઓ : અરુણાચલ પ્રદેશ; લુશાઈ : ……………………
A. નાગાલૅન્ડ
B. મણિપુર
C. મિઝોરમ
D. મેઘાલય
ઉત્તરઃ
C. મિઝોરમ
પ્રશ્ન 2.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? શોધો.
A. કશીશ: સોનું, ચાંદી, લૅટિનમ કીમતી ધાતુમય ખનીજો છે.
B. કિન્ની : બૉક્સાઇટ, ટીટાનિયમ અને મૅગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનીજો છે.
C. ધ્રુવી : ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનીજો છે.
D. નિધિ સીસું, તાંબું અને લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો છે.
ઉત્તરઃ
C. ધ્રુવી : ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનીજો છે.
પ્રશ્ન 3.
નીચેનામાંથી એક જોડકું સાચું છે. તે શોધીને ઉત્તર લખો.
| ‘અ’ | ’બ’ |
| 1. પ્રસ્તર ખડક | a. ગ્રેનાઈટ |
| 2. રૂપાંતરિત ખડક | b. ચૂનાનો ખડક |
| 3. આગ્નેય ખડક | c. આરસપહાણ (માર્બલ) |
A. (1- b), (2 – C), (3 – a)
B. (1-2), (2 – C), (3-b).
C. (1 – C), (2 -b), (3 – a)
D. (1-5), (2 – a), (3 – c)
ઉત્તરઃ
A. (1- b), (2 – C), (3 – a)
પ્રશ્ન 4.
નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?
A. પશ્ચિમઘાટ ઉત્તર ક્ષેત્રમાં વધુ ઊંચાઈ ધરાવે છે.
B. કર્ણાટકમાં પશ્ચિમઘાટને નીલગિરિ કહે છે.
C. પશ્ચિમઘાટ અરબ સાગરને કિનારે અવિછિન્નરૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે.
D. કેરલ અને તમિલનાડુની સીમા પર પશ્ચિમઘાટને સહ્યાદ્રિ કહે છે.
ઉત્તરઃ
C. પશ્ચિમઘાટ અરબ સાગરને કિનારે અવિછિન્નરૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે.
પ્રશ્ન 5.
અરવલ્લી અને વિધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે?
A. છોટાનાગપુરનો
B. માળવાનો
C. દખ્ખણનો
D. શિલોંગનો
ઉત્તરઃ
B. માળવાનો
