ભારત:લોકજીવન Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના જવાબ બે-ત્રણ વાક્યોમાં લખો :
પ્રશ્ન 1.
ભારતના લોકોમાં કેવી કેવી ભિન્નતા જોવા મળે છે?
ઉત્તર:
ભારતના લોકોમાં ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો – તહેવારો, ધર્મ વગેરેમાં ભિન્નતા જોવા મળે છે.
પ્રશ્ન 2.
દક્ષિણ ભારતમાં બોલાતી ભાષાઓ કયા કુળની છે?
ઉત્તર:
દક્ષિણ ભારતમાં બોલાતી ભાષાઓ દ્રવિડ કુળની છે.
પ્રશ્ન 3.
બિહારની મુખ્ય ભાષા તથા બોલીઓ જણાવો.
ઉત્તર:
બિહારની મુખ્ય ભાષા હિન્દી છે. મૈથિલી, ભોજપુરી, માગધી વગેરે બિહારની બોલીઓ છે.
2. નીચેના પર ટૂંક નોંધ લખો :
પ્રશ્ન 1.
ટૂંક નોંધ લખોઃ પૂર્વ ભારતનાં રાજ્યો તથા બંગાળી પુરુષો છે અને સ્ત્રીઓનો પહેરવેશ
ઉત્તર:
બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ‘ સિક્કિમ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય વગેરે પૂર્વ ભારતનાં રાજ્યો છે.
બંગાળી પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી ઝભ્ભો પહેરે છે; જ્યારે સ્ત્રીઓ વિશિષ્ટ ઢબની બંગાળી સાડી પહેરે છે.
પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખોઃ પશ્ચિમ ભારતના તહેવારો – ઉત્સવો
ઉત્તર:
પશ્ચિમ ભારતમાં રાજસ્થાનમાં હોળી અને ગણગોરના તહેવારો, મહારાષ્ટ્રમાં ગણેશચતુર્થીનો તહેવાર અને મધ્ય પ્રદેશમાં શિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. પશ્ચિમ ભારતનાં બધાં રાજ્યોના લોકો દિવાળી, નવરાત્રી, શિવરાત્રી, દશેરા, ગણેશચતુર્થી, ઈદ, મહોરમ, નાતાલ, મહાવીર જયંતી, પતેતી, ચેટીચાંદ વગેરે તહેવારો ઊજવે છે.
3. નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધી જવાબ લખો:
પ્રશ્ન 1.
કેવા તાપમાનવાળા પ્રદેશના લોકોનો પહેરવેશ સુતરાઉ અને આછા રંગોવાળો હોય છે?
A. વધુ
B. ઓછું
C. સમ
D. વિષમ
ઉત્તર:
A. વધુ
પ્રશ્ન 2.
ઊંટનાં ચામડાંમાંથી બનેલાં પગરખાં મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે?
A. ગુજરાત
B. રાજસ્થાન
C. મહારાષ્ટ્ર
D. ગોવા
ઉત્તર:
B. રાજસ્થાન
પ્રશ્ન 3.
ગોવામાં કઈ ભાષા બોલાય છે?
A. મરાઠી
B. હિન્દી
C. ગુજરાતી
D. કોંકણી
ઉત્તર:
D. કોંકણી
પ્રશ્ન 4.
કયા રાજ્યના લોકો જાતજાતના પરોઠા આરોગે છે?
A. જમ્મુ-કશ્મીર
B. તમિલનાડુ
C. અસમ
D. પંજાબ
ઉત્તર:
D. પંજાબ
પ્રશ્ન 5.
માઘમેળો ક્યાં ભરાય છે?
A. પુષ્કર
B. નાશિક
C. અલાહાબાદ
D. ઉજ્જૈન
ઉત્તર:
C. અલાહાબાદ
પ્રશ્ન 6.
‘પોંગલ’ કયા રાજ્યના મુખ્ય તહેવાર છે?
A. આંધ્ર પ્રદેશ
B. તમિલનાડુ
C. મેઘાલય
D. સિક્કિમ
ઉત્તર:
B. તમિલનાડુ
પ્રશ્ન 7.
ઉત્તરાખંડ કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે?
A. ફળદ્રુપ મેદાન
B. પર્વતીય
C. દરિયાકિનારો
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. પર્વતીય
