Class 9 Social Science Chapter 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ

1. નીચેના પ્રશ્નોના જવાબ મુદાસર લખો:

પ્રશ્ન 1.
પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાની સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો.
ઉત્તર:
1. પશ્ચિમ યુરોપમાં સ્થપાયેલાં સંસ્થાનો પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રો સામ્રાજ્યવાદી ભાવના ધરાવતાં હતાં. તેમણે તેમનાં પડોશી રાષ્ટ્રો પર પણ સત્તા જમાવી હતી.

  • નેધરલૅડ્ઝ, બેલ્જિયમ અને લક્ઝબર્ગ પર સ્પેને સત્તા જમાવી હતી.
  • પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતાં લોહીના સંબંધે, પોર્ટુગલ સ્પેનના રાજા ફિબિટ્સ બીજાના હાથમાં આવ્યું.
  • લગભગ છ દાયકા સુધી બિનયુરોપીય દેશોમાં સંસ્થાની સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો.
  • ફ્રાન્સ અને ઑસ્ટ્રિયાએ ઇટાલી અને જર્મની પર સત્તા જમાવી.

2. એશિયામાં સ્થપાયેલાં સંસ્થાનોઃ ઇંગ્લેન્ડે ભારતમાં સત્તા જમાવ્યા પછી શ્રીલંકા, મ્યાનમાર (બર્મા), સિંગાપુર, મલાયા વગેરે ભારતના પાડોશી દેશો પર પણ સત્તા જમાવી.

  • ઇંગ્લૅને ચીનમાં પ્રવેશ મેળવ્યા પછી કેન્ટોન બંદરે અફીણનો વેપાર શરૂ કર્યો. તેથી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે ‘અફીણ વિગ્રહો’ થયા. તેમાં ચીનની હાર થતાં ઇંગ્લેન્ડને ચીનનાં બીજાં 5 બંદરો મળ્યાં. તેથી ચીનમાં ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો.
  • ચીનની નિર્બળતાનો લાભ ઉઠાવી રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા વગેરે દેશોએ પણ ચીનમાં વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા.
  • પશ્ચિમ એશિયાના દેશોમાં ખનીજ તેલના વિપુલ ભંડારો હતા. તેથી તે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં પોતાની તેલ કંપનીઓ સ્થાપી.

3. આફ્રિકામાં સ્થપાયેલાં સંસ્થાનો: 15મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ નેધરલૅન્ડ્રુઝ(હોલૅન્ડ)ના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં – કૅપમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું.

  • ત્યારપછી ઇંગ્લેન્ડે કંપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જિરિયામાં સંસ્થાનો સ્થાપ્યાં.
  • બેલ્જિયમના રાજા લિયોપૉર્લ્ડ કોંગોનો પ્રદેશ કબજે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી.
  • ઇંગ્લેન્ડે ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકા, નાતાલ, ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી.
  • ફ્રાન્સ ટ્યૂનિસિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો વગેરેમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું.
  • જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.
  • ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસના પ્રદેશો પર સત્તા જમાવી.
  • સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં.

આમ, ઈ. સ. 1880 સુધીમાં યુરોપના મોટા ભાગના દેશોએ એશિયા અને આફ્રિકાના ઘણા પ્રદેશોમાં પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં.

પ્રશ્ન 2.
પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો.
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધ માટેનાં જવાબદાર પરિબળો નીચે મુજબ હતાં:

1. આર્થિક પરિબળઃ ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી.

  • 19મી સદીને અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારોમાં ? ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં માલ ઓછી કિંમતે વેચવા માંડ્યો. આ રીતે તેણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનાં એશિયા તથા આફ્રિકાનાં બજારો તોડવા માંડ્યાં. પરિણામે જર્મનીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સાથે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ.

2. લશ્કરવાદઃ પાડોશી દેશોના આક્રમણના ભય અને શંકાથી ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, રશિયા વગેરે દેશોએ સ્વરક્ષણના બહાના હેઠળ પોતાનાં લશ્કર અને શસ્ત્રસામગ્રીમાં વધારો કરવા માંડ્યો.

  • આમ, આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું.

3. જૂથબંધીઓ – ગુખ સંધિઓ ઈ. સ. 1914 પહેલાં એક બાજુ જર્મની, ઑસ્ટ્રિયા, હંગેરી, બબ્બેરિયા અને તુર્કીનું જૂથ, તો બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જૂથ રચાયું.

  • યુરોપની સત્તાઓ બે જૂથોમાં વહેંચાઈ ગઈ. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, આશંકા, ભય, તિરસ્કાર અને સંઘર્ષની સ્થિતિ સર્જાઈ. પ્રથમ વિશ્વયુદ્ધનું આ મહત્ત્વનું પરિબળ બન્યું.

4. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાઃ બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદની અત્યંત વૃદ્ધિને કારણે એકબીજાં રાષ્ટ્રોનાં હિતો ટકરાવા લાગ્યાં. યુરોપનાં આગળ પડતાં રાષ્ટ્રોએ પોતાની પ્રજાને ઉગ્ર અને આક્રમક દેશભક્તિના પાઠો શીખવ્યા, પોતાના દેશ માટે પ્રેમ અને બીજાં રાષ્ટ્રો પ્રત્યેની ધૃણાને ઉત્તેજન આપવા માંડ્યું. જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો અત્યંત મહત્ત્વાકાંક્ષી અને સામ્રાજ્યવાદી હતો. તે વિશ્વપ્રભુત્વ’ની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને ડરાવીને પોતાનું ધાર્યું કરવા ઇચ્છતો હતો. વિલિયમની નીતિએ જર્મની અને સમગ્ર વિશ્વને યુદ્ધના મુખમાં ધકેલ્યું.

5. વર્તમાનપત્રોનો ફાળોઃ યુરોપનાં વર્તમાનપત્રોનાં આકરાં, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભર્યા અને જૂઠાં લખાણોએ યુદ્ધની ભૂમિકા સર્જી.

6. યુદ્ધ અંગેનું તત્ત્વજ્ઞાન યુરોપમાં બધે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું.

  • ટ્રિટસ્કે નામના જર્મન લેખકે ‘શક્તિમાનને જ જીતવાનો હક છે.’ અને યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે.’ના સિદ્ધાંતો પ્રચલિત કર્યા.
  • ની નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું.

7. તાત્કાલિક કારણ ઑસ્ટ્રિયાના રાજકુમાર આર્કયૂક ફર્ડિનાન્ડ અને તેની પત્નીનાં બૉસ્નિયાની રાજધાની સારાજેવોમાં સર્બિયાની કાળા હાથ’ (બ્લેક હેન્ડ) નામની ઉગ્ર સંસ્થાના સભ્ય ખૂન કર્યા.

  • આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઑસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડી ઑસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું. સર્બિયાએ પોતે આ ઘટનાથી અજાણ હોવાનું જાહેર કર્યું. ઑસ્ટ્રિયાએ સર્બિયાની દલીલ સાંભળી નહિ અને 28 જુલાઈ, 1914ના રોજ તેણે સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું.
  • આમ, ઑસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીના ખૂનનો બનાવ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું.

પ્રશ્ન 3.
પ્રથમ વિશ્વયુદ્ધનાં પરિણામો લખો.
ઉત્તર:
1 ઑગસ્ટ, 1914માં શરૂ થયેલા પ્રથમ વિશ્વયુદ્ધનો 11 નવેમ્બર, 1918ના રોજ અંત આવ્યો. આ યુદ્ધમાં જર્મની અને ધરીરાણનો પરાજય થયો અને મિત્રરાષ્ટ્રોનો વિજય થયો.

પ્રથમ વિશ્વયુદ્ધનાં પરિણામો નીચે મુજબ હતાં:
1. જાનમાલની હાનિઃ ઇતિહાસવિદ્દ લેંગસમના જણાવ્યા પ્રમાણે યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો. તેમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ લોકો કાયમી અપંગ બન્યા. યુદ્ધ પછી અસંખ્ય લોકો રોગચાળો અને ભૂખમરામાં મૃત્યુ પામ્યા. યુદ્ધમાં ખર્ચનો આંકડો ઘણો મોટો હતો.

2. સામાજિક પરિવર્તનઃ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય દેશોમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનનાં અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓને આગળ આવવું પડ્યું. પુરુષોની કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ સ્વીકારવી પડી.

  • ઘરની ચાર દીવાલોમાંથી સ્ત્રીઓ બહાર આવી. તેમણે વ્યાવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. પરિણામે તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો તેમનામાં સમાનતાની ભાવના જાગી. યુરોપીય દેશોમાં સ્ત્રીઓએ મતાધિકાર મેળવવા માટે આંદોલનો થયા.
  • યુદ્ધ દરમિયાન જીવન-જરૂરિયાતોનું ઉત્પાદન ઘટ્યું. તેથી યુરોપીય દેશોમાં અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી જેવી સમસ્યાઓ સર્જાઈ. લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી.
  • યુરોપના દેશોમાં બાળકોની સ્થિતિ દયનીય બની.

3. જૂન, 1919ની વર્સેલ્સની સંધિઃ ઈ. સ. 1919માં ફ્રાન્સની રાજધાની પૅરિસમાં મળેલાં મિત્રરાષ્ટ્રોએ ‘શાંતિ પ્રક્રિયા’ હાથ ધરી, જે ‘પૅરિસ શાંતિ સંમેલન’ તરીકે પ્રસિદ્ધ બની.

  • તેમાં 58 જેટલાં કમિશનો રચાયાં. તેમની 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્સેલ્સના શીશમહેલ(મિરર પેલેસ)માં કરવામાં આવી હતી. તેથી તે ‘વર્સેલ્સની સંધિ’ તરીકે ઓળખાઈ.
  • અંતે મિત્રરાષ્ટ્રોએ હારેલાં રાષ્ટ્રો પર જૂન, 1919માં વર્સેલ્સની સંધિ લાદી. આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી હતીઃ
    (1) પ્રાદેશિક વ્યવસ્થા,
    (2) લશ્કરમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ,
    (3) યુદ્ધમાં વળતરના હપતાની ગોઠવણી અને યુદ્ધદંડ તથા
    (4) અન્ય જોગવાઈઓ.
  • વર્સેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને, બ્રિટિશ વડા પ્રધાન લૉર્ડ જ્યૉર્જે અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ મહત્ત્વની કામગીરી કરી.
  • પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણીને તેની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો.
  • ફ્રાન્સે જર્મનીનો રુદ્ધ પ્રાંત પડાવી લીધો. જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી.
  • ફ્રાન્સની સરહદે આવેલા રહાઈન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. દેશના ખનીજોથી સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યાં.
  • જર્મનીનાં મોટા ભાગનાં સંસ્થાનો પડાવી લેવામાં આવ્યાં.
  • આલ્સેસ અને લૉરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવામાં આવ્યા.
  • યુદ્ધના દંડપેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્રરાષ્ટ્રોને આપવાનું નક્કી કર્યું.
  • આ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીપૂર્વક સહી કરાવવામાં આવી. આથી જર્મન પ્રજા હતાશ અને નિરાશ થઈ.
  • વર્સેલ્સની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું.

4. દૂરગામી પરિણામોઃ યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વર્સેલ્સની સંધિમાં વેરની ભાવના હતી. તેનાથી વિશ્વમાં શાંતિ સ્થાપી શકાય નહિ.

  • વિશ્વશાંતિ જાળવવા રાષ્ટ્રસંઘ(The League of Nations)ની સ્થાપના થઈ.
  • રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહિ. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહિ.
  • વિશ્વ ફરીથી બે ભાગોમાં વહેંચાઈ ગયું. આમ, પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી રોપાયાં.

2. ટૂંક નોંધ લખો:

પ્રશ્ન 1.
રશિયન ક્રાંતિ
ઉત્તર:
ઈ. સ. 1917ની રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક મહત્ત્વની ઘટના ગણાય છે.

  • રશિયાના ઝાર રાજાઓ આપખુદ હતા. તેઓ નિરંકુશ સત્તાઓ
    ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો. રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. ઝાર રાજાઓ એટલા બધા કઠોર હતા કે જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો અથવા તેને કાતિલ ઠંડી ધરાવતા સાઇબીરિયામાં મોકલી દેવામાં આવતો.
  • આમ, રશિયાની આપખુદ, નિરંકુશ અને અત્યાચારી ઝારશાહી દ્વારા પ્રજાને દુઃખ, ગરીબાઈ અને યાતના જ મળી. રશિયાના ખેડૂતો, ખેતદારો અને મજૂરોનો મોટો વર્ગ રશિયાની સામંતશાહીથી કચડાતો હતો. તેઓ તેમના માલિકોનાં ખેતરોમાં કમરતોડ કાળી મજૂરી કરતા, છતાં તેમને પૂરતું વળતર મળતું નહોતું તેમની સ્થિતિ કંગાળ બની હતી.
  • 22 જાન્યુઆરી, 1905ને રવિવારના દિવસે સેન્ટ પિટ્સબર્ગના લોકો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ કાઢીને ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા માટે તેના મહેલે ગયા. તે નિઃશસ્ત્ર હતા. કેટલાક લોકોના હાથમાં ઝારની છબી હતી. તેમાં ‘રશિયાનો ગોરો નાનો, પ્રભુ ઘણું જીવો’ જેવાં સૂત્રો લખેલાં હતાં. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પિટ્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસે રવિવાર હતો. તેથી એ દિવસ ‘લોહિયાળ રવિવાર’ તરીકે ઓળખાય છે.
  • ઈ. સ. 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. તેમાં ? રશિયાનો પરાજય થયો. આથી ઝારશાહીની નબળાઈઓ ખુલ્લી પડી. રશિયાની પ્રજા ઉશ્કેરાઈ. તેણે ઝાર રાજા સામે ભારે દેખાવો કર્યા.
  • રોષે ભરાયેલી રશિયન પ્રજાને શાંત પાડવા ઝારે વર્ષોથી નહિ કે બોલાવેલી ડુમા (DUMA- ધારાસભા) બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે ડુમાની ચાર બેઠકો થઈ. પરંતુ તે પ્રજાને સંતોષ થાય એવાં પગલાં ભરે તે પહેલાં તેને બરખાસ્ત કરવામાં આવી.
  • 8 માર્ચ, 1917ના રોજ પેટ્રોગાર્ડના કામદારોએ હડતાલ પાડી. હડતાલને દબાવી દેવા માટે ઝાર નિકોલસ બીજાએ સૈન્ય મોકલ્યું. પરંતુ સૈન્ય ગોળીબાર કરવાનો ઇન્કાર કર્યો. આ બનાવથી રશિયામાં ક્રાંતિની શરૂઆત થઈ.
  • ઝારશાહીના પતન પછી કેરેન્કીના નેતૃત્વ નીચેના મેગ્નેવિક (લઘુમતી) પક્ષના હાથમાં સત્તા આવી. ઝારશાહીના પતનથી એકમાત્ર લેનિન સિવાય રશિયાના બધા લોકો ખુશ થયા હતા.
  • લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો; મેગ્નેવિક પક્ષમાં મધ્યમવર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. લેનિને બૉલ્સેવિકો(બહુમતી)ને મેગ્નેવિકો વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર, 1917માં સશસ્ત્ર ક્રાંતિ કરી સત્તા પ્રાપ્ત કરી, જે સમાજવાદી બૉલ્સેવિક ક્રાંતિ’ તરીકે જાણીતી બની.
  • આમ, રશિયામાંથી ઝારશાહીના 300 વર્ષ જૂના શાસનનો અંત આવ્યો. પ્રથમ વાર રશિયા ઝાર વિનાનું બન્યું.

પ્રશ્ન 2.
પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ
ઉત્તરઃ
1 ઑગસ્ટ, 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું.

  • વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વનાં રાષ્ટ્રો બે જૂથોમાં વહેંચાઈ ગયાં:
    (1) ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઇટાલી, જાપાન, સર્બિયા, અમેરિકા વગેરે મિત્રરાષ્ટ્રનું જૂથ અને (2) જર્મની, બબ્બેરિયા, તુર્કી, હંગેરી, ઑસ્ટ્રિયા વગેરે ‘ધરી રાષ્ટ્રો’નું જૂથ.
  • મિત્રરાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો.
  • યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યા. તેણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકોનો મોટી સંખ્યામાં સંહાર કર્યો. સબમરીને યુદ્ધ કરીને તેણે મિત્રરાષ્ટ્રોનાં અનેક જહાજો ડુબાડી દીધાં.
  • યુદ્ધમાં બંને જૂથોના પરસ્પર હવાઈ હુમલાઓ, ટેન્કો, ઝેરી ગેસ વગેરેના ઉપયોગ દ્વારા લાખો સૈનિકો અને નાગરિકો માર્યા ગયા.
  • ઈ. સ. 1917માં રશિયામાં ક્રાંતિ થઈ, તેથી રશિયા યુદ્ધમાંથી બહાર નીકળી ગયું.
  • આ સમયે જર્મની ખૂબ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તેણે અમેરિકાની લ્યુસિટાનિયા સ્ટીમરને ડુબાડી દીધી. આ ઘટનામાં અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા. આથી એપ્રિલ, 1917માં અમેરિકા યુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયું. તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ વગેરે દેશો પણ મિત્રરાષ્ટ્રના પક્ષે જોડાયાં. આથી મિત્રરાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો.
  • અમેરિકાના સૈન્ય સામે જર્મનીનું સૈન્ય ટકી શક્યું નહિ. આથી સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું.
  • સપ્ટેમ્બર, 1918માં બબ્બેરિયાએ; ઑક્ટોબર, 1918માં ઑસ્ટ્રિયાએ અને તુર્કીએ મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી.
  • જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો જર્મની છોડીને ભાગી ગયો.
  • જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર, 1918ના રોજ મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી, યુદ્ધવિરામ પર હસ્તાક્ષર કર્યા. આમ, પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

3. કારણો આપો:

પ્રશ્ન 1.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી.
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી.
વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વશાંતિની અનિવાર્યતા સમજાઈ. ફરીથી આવો વિશ્વવિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાઈ.

આથી વિશ્વયુદ્ધના અંતે પૅરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ, 1919માં કરેલ જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી, 1920ના રોજ રાષ્ટ્રસંઘ(લીગ ઑફ નેશન્સ)ની સ્થાપના કરવામાં આવી.

પ્રશ્ન 2.
22 જાન્યુઆરી, 1905ના દિવસને રશિયાનો ‘લોહિયાળ રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તર:
22 જાન્યુઆરી, 1905ના રવિવારના દિવસે ફાધર ગૅપોન ૨ નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ કાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. બધા લોકો નિઃશસ્ત્ર હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પિટ્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી, 1905ના દિવસ રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 3.
રાષ્ટ્રસંઘ
ઉત્તર:
રાષ્ટ્રસંઘ એટલે રાષ્ટ્રોનો સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય.
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વના દેશોને વિશ્વશાંતિની જરૂર સમજાઈ. તેથી જગતમાં વિશ્વશાંતિ સ્થાપવાના હેતુથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સનના નેતૃત્વ નીચે પૅરિસમાં ભરાયેલી શાંતિ પરિષદે 10 જાન્યુઆરી, 1920ના દિવસે વિશ્વનાં રાષ્ટ્રોનું સંગઠન કરી એક સંસ્થા રાષ્ટ્રસંઘ (The League of Nations – લીગ ઑફ નૅશન્સ)ની સ્થાપના કરી.

4. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
પ્રથમ વિશ્વયુદ્ધનાં બીજ કઈ સંધિમાં વવાયાં હતાં?
A. વર્સેલ્સની સંધિ
B. ફ્રેન્કફર્ટની સંધિ
C. ફ્રાન્સ અને બ્રિટનની સંધિ
D. જર્મની અને હંગેરીની સંધિ
ઉત્તર:
B. ફ્રેન્કફર્ટની સંધિ

પ્રશ્ન 2.
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી?
A. વર્સેલ્સની સંધિ
B. ગુપ્તસંધિ
C. લેટર્નની સંધિ
D. ફ્રેન્કફર્ટની સંધિ
ઉત્તર:
A. વર્સેલ્સની સંધિ

પ્રશ્ન 3.
ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા?
A. ડેન્કિંગ પ્રદેશો
B. આલ્સેસ અને લૉરેન્સના પ્રદેશો
C. પશ્ચિમ રશિયાના પ્રદેશો
D. ઇંગ્લેન્ડના પ્રદેશો
ઉત્તર:
B. આલ્સેસ અને લૉરેન્સના પ્રદેશો

Leave A Comment

Education Rays Coaching Classes is a trusted institute dedicated to excellence in mathematics education. Founded in 2019 by Mohan Singh Rajput, we offer expert coaching for school students and competitive exams like SSC, with a focus on clear concepts, personalized support, and 100% student success.

Education Rays
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.